જે. પી. નડ્ડાએ સ્ટેચ્યુ અૉફ યુનિટીની લીધી મુલાકાત

જે. પી. નડ્ડાએ સ્ટેચ્યુ અૉફ યુનિટીની લીધી મુલાકાત
આઝાદ ભારતનું તીર્થધામ ગણાવ્યું

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 20 : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આજે કેવડિયા કોલોની ખાતે સરદાર સ્મારક સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીશજી, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુબાઇ વાઘાણી, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જે.પી.નડ્ડાએ  સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં ગુલાબના પુષ્પો દ્વારા અંજલિ આપીને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ભાવવંદના કરી હતી. તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને આઝાદ ભારતનું તીર્થધામ ગણાવ્યુ હતું. 
ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે સવારે કેવડીયા કોલોનીના હેલીપેડ ખાતે આવી પહોંચ્યા ત્યારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરી ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. કેવડીયા હેલીપેડ નજીક આદિવાસી નૃત્ય મંડળીઓ દ્વારા પરંપરાગત નૃત્યની રમઝટસાથે તેમનું સ્વાગત કર્યુ હતું. જે.પી.નડ્ડાએ આદિવાસીઓને પોતાની સંસ્કૃતિ ન છોડવાની પણ સલાહ આપી હતી. 
હેલિપેડ નજીકના સ્થળે ઉપસ્થિત ભાજપના આગેવાનો, વરિશ્ઠ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે, કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સ્વીકાર્યા બાદ ગુજરાત રાજ્યની મારી પહેલી મુલાકાતમાં જ અહીં ાવવાનું બન્યું તે મારા જીવનનો અત્યંત સૌભાગ્યશાળી પ્રસંગ છે. અહીં આવીને હું છત્યંત ખુશીની લાગણી અનુભવું છું. તેમણે કહ્યું કે, દેશની સ્વતંત્રતા ચળવળ દરમિયાન અને દેશની આઝાદી બાદ 562 જેટલા રજવાડાઓના વિલીનીકરણમાં સરદાર વલ્લભાભાઇ પટેલની ભૂમિકા રહી છે જેના લીધે આજે આધુનિક –સશક્ત ભારતનું નિર્માણ થયું છે. આ સ્મારક સ્થળ એક પ્રેરણા ત્રોતબની રહ્યું છે ત્યારે ભારત દેશને હજુ પણ વધુ સમૃદ્ધ બનાવવા માટે સૌ કોઇને સંકલ્પબદ્ધ થવાનું તેમણે આહવાન કર્યુ હતું. નડ્ડાએ ઉમેર્યુ હતુ ંકે, દેશના આદિવ્સી સમાજના વિકાસ માટે સરકારે 30 ટકા બજેટ ફાળવ્યું છે અને તેના થકી શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી સુવિધાઓ, રોજગારી સાથે સસ્ટેનેબલ ગ્રોથ અને રોજગારમાં પણ આદિવાસી સમાજના લોકો સ્વાવલંબી બને તે દિસાના પ્રયાસો સાથે સરકાર કટિબંદ્ધ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer