વિન્ડિઝ પ્રવાસે નહીં જાય ધોની

વિન્ડિઝ પ્રવાસે નહીં જાય ધોની
પેરામિલિટ્રી રેજિમેન્ટ સાથે વિતાવશે બે મહિનાનો સમય

નવી દિલ્હી, તા. 20 : પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે સ્પષ્ટ કર્યું છે કે તે ભારતીય ટીમ સાથે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે નહીં. આ સ્પષ્ટતા બાદ ફરી એક વખત ધોનીના ભવિષ્ય અંગેની અટકળો શરૂ થઈ છે. ધોની ટેરિટોરિયલ આર્મીની પેરાશૂટ રેજિમેન્ટમાં લેફ્ટનન્ટ કર્નલ છે અને એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે આગામી બે મહિના માટે ધોની મોટાભાગનો સમય પોતાની રેજીમેન્ટ સાથે પસાર કરશે. બીસીસીઆઈના એક અધિકારીએ વધુ જાણકારી આપી હતી. અધિકારીના કહેવા પ્રમાણે ધોનીએ પોતે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે પોતે ઉપલબ્ધ ન હોવાની વાત કરી છે. કારણ કે તે આગામી બે મહિના પેરામિલિટ્રી રેજિમેન્ટ સાથે સમય વિતાવશે. 38 વર્ષિય ધોનીએ બીસીસીઆઈને પોતાના નિર્ણયની જાણકારી આપી દીધી છે. રવિવારના એમએસકે પ્રસાદની અધ્યક્ષતાની પસંદગી સમિતિ મુંબઈમાં બેઠક કરીને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમની પસંદગી કરશે.  ધોનીએ વિન્ડિઝ ટૂરમાંથી પોતાનું નામ પાછુ ખેંચ્યા બાદ હવે ઋષભ પંત પહેલી પસંદગી બનશે તેવી શક્યતા છે. જ્યારે રિદ્ધિમાન સહા બીજી પસંદગી બની શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer