રશિયન ઓપન બેડમિન્ટનમાં ભારતનો પડકાર સમાપ્ત

રશિયન ઓપન બેડમિન્ટનમાં ભારતનો પડકાર સમાપ્ત
નવી દિલ્હી, તા. 20 : ભારતીય બેડમિન્ટન ખેલાડી મેઘના જાકામપુડીને શનિવારે રશિયન ઓપન બીડબલ્યુએફ સુપર 100 ટુર્નામેન્ટમાં મિશ્રિત અને મહિલા યુગલ મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. મેઘનાની હાર સાથે જ રશિયન ઓપનમાં ભારતના પડકારનો અંત આવ્યો છે. મેઘના અને ધ્રુવ કપિલાની જોડીને અદનાન મૌલાના અને મિશેલ ક્રિસ્ટિની બંડાસોની ઇન્ડોનેશિયાની જોડીએ મિશ્ર યુગલ સેમિફાઇનલમાં માત્ર 27 મિનિટમાં 6-21, 15-21થી પરાજિત કરી હતી. મેઘના ફરી મહિલા યુગલ વોડીદાર પૂર્વિશા એસ રામ સાથે ઉતરી હતી. જેમાં પણ હારનો સામનો કરવો પડયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer