વિન્ડિઝ એ સામે ભારત એની પાંચ રને હાર

વિન્ડિઝ એ સામે ભારત એની પાંચ રને હાર
ચોથી બિનસત્તાવાર મૅચમાં અક્ષર પટેલની લડાયક ઈનિંગ

એન્ટીગા, તા. 20 : અક્ષર પટેલની શાનદારી ઈનિંગ છતા શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝ એ સામે પાંચ બિનસત્તાવાર વનડે મેચના ચોથા મેચમાં ભારત એને જીત મળી શકી નહોતી. ભારત એને આ મેચમાં પાંચ રને હારનો સામનો કરવો પડયો હતો. ભારતે શરૂઆતના ત્રણ મેચ જીતીને શ્રેણી અગાઉ જ પોતાના નામે કરી લીધી છે. ચોથા મેચમાં પટેલે 63 બોલમાં 81 રન કર્યા હતા પણ 299ના લક્ષ્યાંક સુધી ટીમ પહોંચી શકી નહોતી. 
વેસ્ટ ઈન્ડિઝ એના 9 વિકેટે 298 રનના જવાબમાં ભારત એનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. ટીમનો સ્કોર એક સમયે છ વિકિટે 160 રન હતો. આ સમયે અક્ષર પટેલે સાતમી વિકેટ માટે વોશિંગ્ટન સુંદર સાથે મળીને 70 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીએ મેચ જીવંત રાખ્યો હતો. જો કે ખલીલ અહેમદ, નવદીપ સૈની ત્રણ બોલના ગાળામાં આઉટ થઈ જતા વેસ્ટ ઈન્ડિઝની વાપસી થઈ હતી અને પહેલી જીત નોંધાવી હતી. ભારતને અંતિમ ઓવરમાં નવ રનની જરૂર હતી પણ માત્ર ત્રણ રન જ થયા હતા. અક્ષરે પોતાની 81 રનની ઈનિંગમાં 8 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. સુંદર અને કુણાલ પંડયાએ 45-45 રન કર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer