પ્રી એશિઝ ટ્રાયલમાં સ્ટાર્ક-કમિંસનો સામનો કરશે સ્મિથ અને વેડ

પ્રી એશિઝ ટ્રાયલમાં સ્ટાર્ક-કમિંસનો સામનો કરશે સ્મિથ અને વેડ
લંડન, તા. 20 : ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મીથ અને વિકેટ કિપર મેથ્યૂ વેડ સાઉથેમ્ટનમાં થનારા ઈન્ટરનલ ટ્રાયલમાં બોલર મિશેલ સ્ટાર્ક અને કમિંસનો સામનો કરશે. આ ટ્રાયલના આધારે પ્રતિષ્ઠિન એશિઝ સિરિઝ માટે ટીમની પસંદગી કરવામાં આવશે. ડેવિડ વોર્નર અને કેમરન બેક્રોફ્ટ પણ ટ્રાયલમાં ભાગ લેશે. પરંતુ સ્ટાર્ક અને કમિંસની ટીમનો જ ભાગ છે. બ્રેડ હેડિન અને ગ્રેહામ હિક દ્વારા કોચ કરવામાં આવી રહેલી ટીમની ઘોષણા શુક્રવારે કરવામાં આવી હતી. જેમાં ટ્રેવિસ હેડ અને ટિમ પેન કેપ્ટન રહેશે. હેડની ટીમમાં સ્ટાર્ક, કમિંસ, જોશ હેઝલવુડ, પીડર સિડલ અને વોર્નર જેવા ખેલાડી છે. જ્યારે પેનની ટીમમાં સ્મિથ, વેડ, નાથન લોયન, જેમ્સ પેટિસન અને બેનક્રોફ્ટને સામેલ કરવામાં આવ્યા છે. કમિંસે ટીમના એલાન બાદ કહ્યું હતું કે, તે મેચમાં એક ટેસ્ટ મેચ જેટલું જ જોર લગાડશે. આ મેચ તમામ ખેલાડી માટે પરીક્ષા સમાન રહેશે. જેમાં તમામ એકબીજાને મ્હાત કરવા માટે મેદાનમાં ઉતરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer