અમારી સરકાર સૂટકેસ-ઉપાડનારી નથી નિર્મલા સીતારામન

ચેન્નાઇ, તા.20: કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતાં કેન્દ્રના નાણાપ્રધાન સુ.શ્રી નિર્મલા સીતારામને પોતે બ્રિફકેસના બદલે લાલ કપડામાં વીંટાળીને લાવવાના વિચારને યથાર્થ ઠેરવ્યો હતો.
નાગરાથર ખાતે ઇન્ટરનેશનલ બિઝનેસ કોન્ફરન્સમાં બોલતા તેમણે જણાવ્યું કે હું 2019નું બજેટ સુટકેસમાં નહોતી લાવી સુટકેસનો અર્થ બીજુ કંઇક પણ થાય છે. સુટકેસ (ભરીને) દેવું, સુટકેસ (ભરીને) લેવું: મોદીજીની સરકાર સુટકેસ સરકાર નથી. 
2019-20નું બજેટ હજુ કરતા શ્રીમતી સિતારામને ભારતીય પ્રણાલી મુજબ સ્વદેશી વહી ખાતા સાથે આપવાનું નક્કી કર્યુ હતું. અને બ્રિટિશ સંસ્થાનવાદ વખતની સુટકેસને તિલાંજલિ આપી હતી. વહીખાતા એ એક જાતનો ચોપડો છે જેમાં બજેટનું ભાષણ અને અન્ય સંબંધિત કાગળો હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer