કાશ્મીર પ્રશ્નનો ઉકેલ ટૂંક સમયમાં રાજનાથસિંહ

દ્રાસ ખાતે વૉર મેમોરિયલની મુલાકાત, બે બ્રિજ ખૂલ્લા મૂકયા 

કથુઆ, તા. 20: કાશ્મીર પ્રશ્નનો ઉકેલ ટૂંક સમયમાં થવામાં છે અને પૃથ્વી પરની કોઈ તાકાત તેને રોકી શકે તેમ નથી એમ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે જણાવ્યું હતું. દ્રાસ સેકટર ખાતે આજે કારગીલ વોર મેમોરીઅલની મુલાકાત લેનાર સિંહે કથુઆ અને બસંતાર ખાતે બે બ્રિજને ખૂલ્લા મૂકયા હતા.
કથુઆ જિલ્લામાં ઉઝ નદી પર બોર્ડર રોડ ઓર્ગનાઈઝેશને રૂ.પ0 કરોડના ખર્ચે બનાવેલા 1 હજાર મીટર લાંબા બ્રિજને ખૂલ્લો મૂકયા પહેલાં તેમણે જણાવ્યું હતું કે કાશ્મીર સમસ્યા કા હલ જલ્દી હી હોને વાલા હૈ. બીઆરઓએ અત્યાર સુધી બાંધેલો આ સૌથી લાંબો બ્રિજ છે.
કાશ્મીર પ્રશ્ન ઉખેડતા આવેલા તમામને વાટાઘાટ કરવા પોતે ગૃહ મંત્રી તરીકે કરેલી અનેક અપીલો ઉલ્લેખતાં તેમણે, એક વાર પોતાની આગેવાનીમાં કાશ્મીર ખીણમાં ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ માટે હુર્રિયતના નેતાઓએ કેવા દ્વાર વાસી દીધા હતા તે બાબતની યાદ અપાવી હતી. `અગર બાતચીત સે નહીં તો કૈસે, હમેં માલૂમ હૈ. ઈસકા સમાધાન હો કર રહેગા મેં જો બોલતા હું સોચ સમજકર બોલતા હું ઐસે હી નહીં બોલતા હું' એમ તેમણે કહ્યુ હતુ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer