મહારાષ્ટ્ર, હિમાચલ અને સોનિપતમાં ભૂકંપ લોકોમાં દહેશત

નવી દિલ્હી, તા.20 : મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને સોનિપતમાં શનિવારે ભૂકંપના આંચકાના કારણે લોકોમાં દહેશત ફેલાઈ હતી. શનિવારે સવારે સૌથી પહેલા હિમાચલ પ્રદેશમાં ભૂકંપનો અનુભવ થયો હતો. ત્યારબાદ દિલ્હી પાસે આવેલા સોનિપતમાં અને પછી મહારાષ્ટ્રમાં લોકોએ ભૂકંપનો અનુભવ કર્યો હતો. આ અગાઉ અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જિની તીવ્રતા 5.5ની હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer