અમેરિકા સામેના વ્યાપારિક જંગમાં ભારતનો સાથ માગતું ચીન

ભારત-ચીન વ્યાપારિક અસંતુલન અંગે પણ વાટાઘાટ કરવા બીજિંગ તત્પર

બીજિંગ, તા. 20: આતંકવાદ અને સીમા વિવાદ સહિત અનેક મામલે ભારત વિરુદ્ધની વલણ લેતા આવેલા ચીને,(અમેરિકા સામેના) વ્યાપાર જંગમાં સાથ આપવા ભારતને અપીલ કરી છે. તે માટે ચીને એમ પણ જણાવ્યું છે કે વ્યાપારિક અસંતુલનને લઈ ભારતની ચિંતાઓને તે સમજે છે અને બીજિંગ નવી દિલ્હી સાથે આ બાબતે વાટાઘાટ કરવા તૈયાર છે. ચીને વ્યાપારમાં એકપક્ષીયતા અને સંરક્ષણવાદ વિરુદ્ધ ભારતને સાથે આવવા અપીલ કરી છે. એ ઉલ્લેખનીય છે કે અમેરિકા-ચીન વચ્ચે છેલ્લા કેટલાક માસથી વ્યાપારિક જંગ ચાલી રહ્યો છે.
ભારત ખાતેના ચીનના નવા રાજદૂત સન વેડડોંગે જણાવ્યુ હતું કે `વ્યાપારિક અસંતુલનને લઈ ભારતની ચિંતાઓને ચીન સારી પેઠે સમજે છે, પરંતુ અમે એમ જણાવવા માગીએ છીએ કે ચીને કયારેય ભારતના મુકાબલે ટ્રેડ સરપ્લસ માટે કોઈ યોજનાબદ્ધ પ્રયાસ નથી કર્યા. ચીને ભારતમાંથી ચોખા અને ખાંડની આયાત વધારવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. તે ઉપરાંત ભારતીય દવાઓ અને કૃષિ પેદોશોની આયાતનું ય વિચારાઈ રહ્યું છે.' હાલના અંાકડા બતાવે છે કે ચીનમાં થતી ભારતીય પેદાશોની આયાતમાં પંદર ટકાની વૃદ્ધિ થઈ છે. ઉપરાંત ગયા વર્ષે ચીનના બજારોમાં ભારતીય કૃષિ ઉત્પાદનોની થયેલી નિકાસમાં પણ બે ટકાની વૃદ્ધિ થઈ છે. ભારત લાંબા સમયથી ચીન પર પોતાના ફાર્માસ્યુટિકલ બજારને ભારતીય દવાઓ માટે ખોલવા દબાણ કરતું આવ્યું છે. ચીન સાથે ભારતનું વ્યાપારિક અસંતુલન 9પ.પ અબજ ડોલરના મુકાબલે 57 અબજ ડોલરનું જ છે.
ચીની રાજદૂતે જણાવ્યું હતું કે આ વર્ષના પ્રથમ છ માસમાં ચીન સાથે ભારતના વ્યાપારિક ઘટ પાંચ ટકા ઓછી થઈ છે. તેથી મને આત્મવિશ્વાસ છે કે આ સંબંધે સતત પ્રયાસ કરતા રહેતાં ભારત અને ચીન વચ્ચે વ્યાપારિક સંતુલનને નિયંત્રિત કરી શકાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer