બ્રેક્ઝિટ-રાજકારણના વાંકે બૅન્ક અૉફ

ઈંગ્લૅન્ડના વડાનું પદ નકાર્યું : રઘુરામ

નવી દિલ્હી, તા. 20: બ્રેક્ઝિટે સર્જેલા રાજકીય પડકારોને રીઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને, બેન્ક ઓફ ઈંગ્લેન્ડના વડા તરીકેની જોબ માટે પોતે અરજી ન કરવા માટેના કારણરૂપ ગણાવ્યા છે. બીબીસીને આપેલી મુલાકાતમાં તેમણે જણાવ્યુ હતું કે તાજેતરના સમયમાં યુકેની મધ્યસ્થ બેન્ક વધુ રાજકીય બની હોવાના કારણે બેન્ક ઓફ ઈંગ્લેન્ડમાં ટોચનું પદ સ્વીકાર્યુ નથી. દેશમાંની (યુકેમાંની) રાજકીય પરિસ્થિતિને સમજે અને તેમાંથી માર્ગ કાઢવાનું જાણતો હોય તેવી વ્યકિત આ પદે આવે તે જ શ્રેષ્ઠ રહે એમ તેમણે વધુમાં કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer