વિદેશી હૂંડિયામણની અનામત 1.113 અબજ ડૉલર ઘટી

મુંબઈ, તા. 20 : વિદેશી હૂંડિયામણની અનામત 12 જુલાઈ, 2019ના પૂરા થયેલા સપ્તાહ માટે 1.113 અબજ ડૉલર ઘટીને 428.797 અબજ ડૉલરની રહી હતી. આમ તેના આગલા ચાર સપ્તાહમાં હૂંડિયામણની અનામતે સતત વૃદ્ધિ દાખવી પછી સૂચિત સપ્તાહે 
ઘટી હતી. સૂચિત સપ્તાહના આગલા સપ્તાહે હૂંડિયામણની અનામત 2.236 અબજ ડૉલર વધીને 429.911 અબજ ડૉલર થઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer