ઍલ્યુમિનિયમ અને જસતના ઢોળવાળી

ચીજો પર એન્ટિ-ડમ્પિંગ ડયૂટી નખાશે
 
નવી દિલ્હી, તા. 20 : ચીન, વિયેટનામ અને દક્ષિણ કોરિયાથી આવતી એલ્યુમિનિયમ તથા જસતનો ઢોળ ચડાવેલી (કોટેડ) ચીજો પર ટનદીઠ 199 ડૉલર સુધીની એન્ટિ-ડમ્પિંગ ડયૂટી લાદવાનું સરકાર વિચારી રહી છે, એમ વાણિજ્ય મંત્રાલયની એક યાદી જણાવે છે.
જેએસડબ્લ્યુ સ્ટીલ કોટેડ પ્રોડક્ટસે કરેલી ફરિયાદના પગલે ડિરેક્ટરેટ જનરલ અૉફ ટ્રેડ રેમેડિઝે તપાસ કરીને આવી ડયૂટી લાદવાની ભલામણ કરી છે.
જે ચીજો પર ડયૂટી લાદવાનો પ્રસ્તાવ છે તે માળખાકીય પ્રોજેક્ટો, સોલર પાવર પ્લાન્ટ, મકાનોની છતમાં અને વ્હાઈટ ગુડ્ઝ તરીકે ઓળખાતાં ઉપકરણોમાં વપરાય છે.
ડિરેક્ટરેટે વિવિધ ચીજો પર ટનદીઠ 28.67 ડૉલરથી લઈને 199.53 ડૉલર સુધીની એન્ટિ-ડમ્પિંગ ડયૂટી નાખવાની ભલામણ કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer