ઇ-કૉમર્સનાં ડિસ્કાઉન્ટ ઘટવા છતાં વેચાણ વધવાતરફી

નવી દિલ્હી, તા. 20 : ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા પહેલાં તગડાં ડિસ્કાઉન્ટ આપવામાં આવતાં હતાં જે લગભગ 50 ટકા ઘટી ગયા છે છતાં વેચાણ તો જોરમાં વધી રહ્યું છે. એટલું જ નહીં ઇ-કોમર્સ પ્લૅટફૉર્મનો જોરદાર વિરોધ કરી રહેલા દુકાનદારો અને વેપારીઓને હવે ઓનલાઈન ડિસ્કાઉન્ટની ચિંતા સતાવતી નથી. કારણ કે માર્કેટમાં હવે વધારે તાર્કિક અને વાજબી ભાવ પ્રવર્તી રહ્યા છે.
આ સપ્તાહે એમેઝોનનો પ્રાઈમ ડે સેલ હવે ફ્લિપકાર્ડનો `િબગ શોપિંગ ડેઝ' સેલ યોજાયો હતો જેમાં સરેરાશ ડિસ્કાઉન્ટસ 5-10 ટકા થઈ ગયા હતા જે ગયા વર્ષે 10-20 ટકા હતો. ફેબ્રુઆરીમાં ઇ-કોમર્સ માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટના નિયમો કડક બનાવવામાં આવ્યા પછી આ સેકટરની કંપનીઓના આ પ્રથમ મોટા પ્રમોશનલ સેલ છે. અત્યાર સુધી તેમનું વેચાણ, ગયા વર્ષ કરતાં 80 ટકા વધ્યું છે અને નિયમિતપણે થતા દૈનિક બિઝનેસ કરતાં બેથી પાંચ ગણું વેચાણ થઈ ગયું છે. એમ ત્રણ એક્ઝિક્યુટિવ્ઝે જણાવ્યું હતું. વેચાણમાં ઊછાળા લગભગ વધી પ્રોડકટસ કેટેગરીમાં જોવા મળ્યો છે. જેમાં સ્પાર્ટફોન, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને એફએમસીજીનો સમાવેશ થાય છે. નિષ્ણાતો જણાવે છે કે ઓનલાઇન શોપિંગ કરવું સૌથી સસ્તું છે એવી માન્યતા હોવાના કારણે તેમ જ 4-જી કનેક્ટિવિટિનો વ્યાપ વધવાથી નવા ગ્રાહકો મળવાના કારણે ડિસ્કાઉન્ટ ઘટવા છતાં પણ વેચાણ વધી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer