કર્ણાટક કટોકટી અસંતુષ્ટ ધારાસભ્યોને મનાવવા પાછલા બારણે સઘન પ્રયાસ

કર્ણાટક કટોકટી અસંતુષ્ટ ધારાસભ્યોને મનાવવા પાછલા બારણે સઘન પ્રયાસ
વધુ પાંચ અસંતુષ્ટોએ દરમિયાનગીરી માગતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી

બેંગલુરુ તા. 13: કર્ણાટકની રાજકીય કટોકટીનો ઉકેલ આવતા પહેલાં તેમાં રોજેરોજ નીતનવી ગતિવિધિઓ ઉમેરાવા સાથે કોકડું ઓર ગૂંચવાઈ રહ્યુ છે. કોંગ્રેસ અને જેડી (એસ)ના દસ ધારાસભ્યોના રાજીનામાં/ ગેરલાયકાતના મામલે મંગળવાર સુધી જૈસે થે જાળવવા સર્વોચ્ચ અદાલતે ગઈ કાલે સ્પીકરને આદેશ આપ્યાની થોડી જ મિનિટો બાદ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ રાજયના ગૃહના મંચ પરથી વિશ્વાસનો મત મેળવવાનો નિર્ણય લીધો અને તેમના એ આત્મવિશ્વાસનો દાવ રખે પોતાને ભારે પડે તેવી ભાજપને દહેશત છે. જો કે રાજય ભાજપ પ્રમુખ બીએસ યેદીયુરપ્પાએ આજે જણાવ્યુ છે કે તેઓ (ભાજપ) વિશ્વાસના મતનો સામનો કરવાને તૈયાર છે. બીજી તરફ ધારાસભામાંથી રાજીનામા આપનાર સભ્યોને સમજાવવા સીનિ. કોંગ્રેસી નેતાઓએ પાછલા બારણેથી પ્રયાસ આદર્યા છે. વિશ્વાસ-મત લેવાના સીએમના નિર્ણય બાદ અસંતુષ્ઠોને સમજાવવાના પ્રયાસ સઘન બનાવાયા છે. દરમિયાન વધુ પ બળવાખોર ધારાસભ્યોએ સર્વોચ્ચ અદાલત દરમિયાનગીરી કરે અને ધારાસભ્યોના રાજીનામા/ ગેરલાયકાતના પ્રશ્ને જૈસે થે જાળવવા સ્પીકરને દોરવણી આપવાની માગણી સાથે આજે અદાલતમાં અરજી કરી છે. રાજનીતિક નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બળાબળના પારખા મારફત સીએમ, બળવાખોર વિધાયકો સામે પક્ષંાતરવિરોધી કાયદાના પેચમાં ફસાવવા માગે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer