દેશમાં બનતી કમનસીબ ઘટનાઓ સામે

દેશમાં બનતી કમનસીબ ઘટનાઓ સામે
યુવા વર્ગે અવાજ ઉઠાવવો પડશે નારાયણ મૂર્તિ
 
મુંબઈ, તા. 13 : આજે દેશનાં વિવિધ સ્થળોએ શું થઇ રહ્યું છે? કમનસીબ ઘટનાઓને ભૂલી ન શકાય, એની સામે અવાજ ઉઠાવવા યુવા વર્ગે આગળ આવીને સ્પષ્ટપણે કહેવું જોઇએ કે આપણા પૂર્વજોએ જેના માટે સ્વતંત્રતાની લડાઇ લડી એ આજનું ભારત નથી, એમ આઇટી જાયન્ટ ઇન્ફોસીસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ આજે જણાવ્યું હતું. સેન્ટ ઝેવિયર્સ કૉલેજના દોઢસોમા સ્થાપના દિને ચર્ચા દરમિયાન મૂર્તિએ ઇન્ફોસીસના પહેલા નોન-પ્રમોટર ચીફ એક્ઝિક્યુટિવ વિશાલ સિક્કા સાથેના મતભેદો વિશે કહ્યું હતું કે 33 વર્ષ જૂની કંપનીના સિદ્ધાંતોને સિક્કાએ કચરા ટોપલીમાં નાખી દીધા હતા તે જોઇને મારે એમની સામે અવાજ ઉઠાવવો પડયો હતો. સિક્કાએ વર્ષ 2017માં રાજીનામું આપ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer