ઔરંગાબાદમાં ચોર ટોળકીએ હદ કરી

ઔરંગાબાદમાં ચોર ટોળકીએ હદ કરી
પચીસ લાખ રૂપિયા ભરેલું એટીએમ જ ઉઠાવી ગયા

ઔરંગાબાદ, તા. 13 (પીટીઆઇ) : એટીએમમાં ધાડ મારીને મોટી રકમ ઉઠાવી જવાની ઘટનાઓ સામે આવે છે, પરંતુ ઔરંગાબાદમાં ચોર ટોળકી પચીસ લાખ રૂપિયા ભરેલું આખું એટીએમ જ ઉઠાવી જવાની ચોંકાવનારી ઘટના નોંધાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઔરંગાબાદ ઝોન બેના નાયબ પોલીસ કમિશનર રાહુલ ખાડેએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારે બિડ બાયપાસ વિસ્તારમાંથી એટીએમ ઉઠાવી જવાયાની ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઇ છે. ફૂટેજ પ્રમાણે ચોર ટોળકી સ્કોર્પિઓ જીપ કારમાં અૉટોમેટેડ ટેલર મશીન (એટીએમ) ઉઠાવી ગયા હતા. પોલીસ આ ગાડી શોધવાના પ્રયાસ કરી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer