ગોવા કૅબિનેટનું કદ વધ્યું કૉંગ્રેસના ત્રણ નેતાને મંત્રીપદ

ગોવા કૅબિનેટનું કદ વધ્યું કૉંગ્રેસના ત્રણ નેતાને મંત્રીપદ
પણજી તા. 13 : કોંગ્રસના 10 ધારાસભ્ય ભાજપમાં સામેલ થયા બાદ શનિવારે ગોવામાં મંત્રી મંડળનું વિસ્તરણ કરાયું હતું. કેસરિયા પક્ષમાં સામેલ થવાના શિરપાવરૂપે કોંગ્રેસમાંથી આવેલા 10માંથી ત્રણ ધારાસભ્યને પ્રધાનપદ અપાયા હતા.
ગોવામાં આજે કુલ ચાર નેતાને મંત્રીપદે શપથ ગ્રહણ કરાવાયા હતા. પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત કાવલેકરને નાયબ મુખ્યમંત્રી નિયૂકત કરાયા છે. નાયબ સ્પીકર માઇકલ લોબોએ પણ પ્રધાનપદે શપથ લીધા હતા.  આજના વિસ્તરણ સાથે ગોવાની 40 સભ્યની વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 17માંથી 27નું થઇ જતાં ભાજપમાં ખુશી ફેલાઇ છે, પરંતુ પક્ષના કાર્યકરો હતોત્સાહ થયા હતા.
બા બુશ અતાના સિયો મોનસેરાતના પત્ની જેનિફર અને નેરી રોડ્રિગ્ઝને પણ મંત્રીપદના શપથ લેવડાવાયા હતા. અગાઉ મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે ગોવા ફોરવર્ડ પાર્ટીના તમામ ત્રણ મંત્રીને હટાવી દીધા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer