સહેવાગની પત્ની સાથે છેતરપિંડી 6 શખસ સામે ફરિયાદ

સહેવાગની પત્ની સાથે છેતરપિંડી 6 શખસ સામે ફરિયાદ
નવી દિલ્હી, તા. 13 : પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગની પત્ની આરતી સહેવાગે પોતાની સાથે થયેલી છેતરપિંડીની એફઆઈઆર દાખલ કરાવી છે. આરતીના કહેવા પ્રમાણે તે રોહિત કક્કર નામના એક વ્યક્તિની પેઢીમાં ભાગીદાર બની હતી. દિલ્હીના અશોક વિરાહ બેસ્ડ ફર્મ ઉપર આરતી સહેવાગનો આરોપ છે કે રોહિત કક્કર સહિત 6 લોકોએ છેતરપિંડી આચરી હતી. રોહિત કક્કર સહિતના લોકોએ વીરેન્દ્ર સહેવાગની પત્ની પાર્ટનર છે તેવી વાત કરીને અન્ય એક કંપની પાસેથી સાડા ચાર કરોડ રૂપિયાની લોન  લીધી હતી. તેમજ આરતી સહેવાગની ખોટી સહી પણ કરી હતી. આ મામલે હવે ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer