બાર્સેલોના, તા. 13 : સ્પેનના ફૂટબોલ ક્લબ બાર્સેલોનાએ વિશ્વકપ વિજેતા ફ્રાન્સના સ્ટાર ખેલાડી અને એટલેટિકો મેડ્રીડના ફોરવર્ડ એન્ટોનિયો ગ્રિઝમેન સાથે પાંચ સીઝનનો કરાર કર્યો છે. બાર્સેલોનાએ ગ્રિઝમેન સાથે આ કરાર 120 મિલિયન યુરોમાં કર્યો છે. બાર્સેલોનાએ કહ્યું હતું કે, એફસી બાર્સેલોનાએ એટલેટિકો મેડ્રીડ સાથે ગ્રિઝમેનને રિલીઝ કરવા માટે 120 મિલિયન યુરોની ચુકવણી કરી છે. હવે ગ્રિઝમેન આગામી પાંચ સિઝન એટલે કે 30 જુન 2024 સુધી નવા ક્લબ સાથે કરાર ઉપર હસ્તાક્ષર કરશે.
બાર્સેલોનાએ ગ્રિઝમૅન સાથે કર્યો પાંચ વર્ષનો કરાર
