ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાં થશે મોટા ફેરફાર

ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાં થશે મોટા ફેરફાર
વિશ્વકપની સેમિફાઈનલમાં હાર બાદ અમુક ખેલાડીઓની પણ બાદબાકી નિશ્ચિત

નવી દિલ્હી, તા. 13 : આઈસીસી ક્રિકેટ વિશ્વકપના સેમીફાઈનલમાં ભારતની હાર બાદ ચાહકો ભારે નિરાશ થયા છે અને ટીમમાં બદલાવની સતત માગણી કરવામાં આવી રહી છે. ટીમમાં અમુક ખેલાડીઓની બાદબાકીનો નિશ્ચિત છે. સાથે કોંિચંગ સ્ટાફમાં પણ ફેરફારની પૂરી શક્યતા છે. આટલું જ નહી હવે કોચ પસંદ કરવાની જવાબદારી પણ એક નવી પેનલને આપવામાં આવશે. 
નવી પેનલ કોચ પસંદ કરશે 
એક અહેવાલ પ્રમાણે બીસીસીઆઈ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની સલાહકાર સમિતિને કોચ પસંદ કરવાની જવાબદારી આપે તેવી શક્યતા ઓછી છે. આ જ સમિતિએ રવિ શાસ્ત્રીની પસંદગી કરી હતી. હવે નવા કોચ પસંદ કરવાની જવાબદારી કપિલ દેવ, અંશુમન  ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીને અપાય તેવી શક્યતા છે. આ ત્રણે વ્યક્તિએ મહિલા ટીમના કોચની પસંદગી કરી હતી. 
શાસ્ત્રીનો કરાર પૂરો
શાસ્ત્રી  જુલાઈ 2017માં ટીમ ઈન્ડિયાના કોચ બન્યા હતા. તેનો કરાર વિશ્વકપ 2019 સુધીનો હતો. વિશ્વકપમાં હાર બાદ એવું લાગી રહ્યું છે કે, હવે શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવશે નહી. માર્ચ મહિનામાં બીસીસીઆઈના અમુક અધિકારીઓએ પણ સંકેત આપ્યો હતો કે બોર્ડ નવેસરથી કોચ માટેની અરજીઓ મગાવશે. કોહલી શાસ્ત્રીના ઘણી વખત વખાણ કરી ચૂક્યો છે પણ હવે બીસીસીઆઈના અમુક અધિકારીઓ પણ શાસ્ત્રીનો વિરોધ કરી શકે છે. તેવામાં જોવાનું કહ્યું કે શાસ્ત્રી કોચના પદ માટે અરજી કરે છે નહી. 
સંજય બાંગડની થશે છૂટ્ટી
ટીમ ઈન્ડિયાના સહાયક કોચ સંજય બાંગડ અંગે અમુક લોકોનું માનવું છે કે બાંગડે પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી નથી.  ભારતીય ટીમના બોલિંગ કોચ ભરત અરુણની આગેવાનીમાં બોલરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. જ્યારે
ફીલ્ડિંગ કોચ શ્રીધરની પણ અસર જોવા મળી છે. માત્ર બેટિંગના મોરચે ટીમ સંતોષજનક પ્રદર્શન કરી શકી નથી. જેના કારણે બાંગડને રજા આપાય તેવી અટકળ શરૂ થઈ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer