ભાજપ સંગઠન મહામંત્રી પદેથી રામલાલ દૂર

આરએસએસના સહસંપર્ક પ્રમુખ બન્યા

નવી દિલ્હી, તા. 13: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સંગઠનમાં મોટો બદલાવ કરતા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલને પરત બોલાવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી આરએસએસના વરિષ્ઠ પ્રચારક હોય છે. જે બન્ને સંગઠન વચ્ચે સમન્વયનું કામ કરે છે. હવે રામલાલની જગ્યાએ વી સતિશને રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી બનાવવામાં આવે તેવી અટકળ છે. બીજી તરફ રામલાલને હવે આરએસએસના અખિલ ભારતીય સહ સંપર્ક પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આરએસએસએ અન્ય એક ફેરફારમાં ગોપાલ આર્યને પર્યાવરણ ગતિવિધિઓના સમન્વયક બનાવ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer