કાશ્મીરી પંડિતો માટે જુદી કૉલોની બનાવવા યોજના

શ્રીનગર,તા. 13: ભારતીય જનતા પાર્ટી કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા લોકોને ફરી ત્યાં જ વસાવવા માટેની તૈયારી કરી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ ભાજપ પોતાના જૂના પ્લાન મુજબ આગળ વધવા માટે ઇચ્છુક છે. જો આવું થશે તો કાશ્મીર ખીણમાં સ્થિતિ વણસી શકે છે. ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યું છે કે તેમની પાર્ટી વિસ્થાપિત પંડિતોને ફરીવાર વસાવવાના મુદ્દા પર કામ કરી રહી છે. તેમની પાર્ટી કટિબદ્ધ હોવાની વાત પણ કરવામાં આવી છે. ભાજપના જમ્મુ કાશ્મીરના પ્રભારી માધવે કહ્યુ છે કે કાશ્મીરમાં 1989માં ત્રાસવાદની શરૂઆત થયા બાદ ત્યાંથી વિસ્થાપિત થયેલા આશરે બેથી ત્રણ લાખ લાખ હિન્દુઓને ફરી ત્યાં વસાવવા માટે મદદ કરવા માટે પાર્ટી તૈયાર છે. રામ માધવે કહ્યંy હતું કે કાશ્મીરી પંડિતો ખીણમાં પરત ફરશે તો તેમના મૂળભૂત અધિકારોની સુરક્ષા થશે. સાથે સાથે કાશ્મીરી પંડિતોને તેમની સુરક્ષાની ખાતરી કરવા માટે પણ પાર્ટી મક્કમ છે. માધવે કહ્યું હતું કે પ્રદેશની અગાઉની સરકારે કાશ્મીરી પંડિતો માટે અલગ કોલોની બનાવવા માટેના વિચાર પર ધ્યાન આપ્યુ હતુ. મિશ્રિત ટાઉનશીપ પણ બનાવી શકાય છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer