સપ્ટેમ્બરમાં મોદી અમેરિકાના પ્રવાસે

ભારતીય સમુદાયને કરશે સંબોધન
 
નવી દિલ્હી, તા. 13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગમી સપ્ટેમ્બર મહિનામાં ન્યૂયોર્ક સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હાજરી આપવા માટે  જઈ રહ્યા છે.  આ સાથે જ મોદી હ્યૂસ્ટનમાં ભારતીય-અમેરિકી સમુદાયને પણ સંબોધન કરવાના છે. કહેવાઇ રહ્યું છે કે ભારતીય પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને લઈને વર્તમાન સમયમાં હ્યૂસ્ટન અથવા શિકાગોમાંથી એક સ્થળે કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. જો કે સમગ્ર મામલાની જાણકારી રાખતા લોકોના કહેવા પ્રમાણે મોદી 22 સપ્ટેમ્બરના રોજ હ્યૂસ્ટનમાં જ ભારતીય સમુદાયને સંબોધન કરશે. ત્યારબાદ 23 સપ્ટેમ્બરના રોજ યુએનમાં જળવાયુ પરિવર્તન ઉપર થનારી વિશેષ બેઠકમાં ભાગ લેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer