પ્રાઈવસીના ભંગ બદલ ફેસબુકને પાંચ અબજ ડૉલરનો દંડ

નવી દિલ્હી, તા. 13 : દુનિયાના  સૌથી મોટા સોશિયલ મીડિયા નેટવર્ક ફેસબૂક અમેરિકા અને દુનિયાના તમામ દેશોના  લોકોની પ્રાઈવસીના ઉલ્લંઘન અંગે પૂછપરછ અને તપાસનો સામનો કરી રહ્યું છે.  પ્રાઈવસીના ઉલ્લંઘન અંગેની તપાસમાં ફેડરલ ટ્રેડ કમિશન (એફટીસી)એ ફેસબૂકને વિક્રમી 5 અબજ ડોલરનો દંડ ફટકાર્યો છે.આ દંડ એક વર્ષથી લાંબા સમયથી ચાલી રહેલી તપાસ બાદ ફટકારવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર પ્રાઈવસીના ઉલ્લંઘનના મામલામાં ફેસબૂકને થયેલો દંડ અત્યાર સુધીનો સૌથી મોટો દંડ છે. અમેરિકી અખબારના અહેવાલ  પ્રમાણે એફટીસીએ 3-2 મત સાથે ફેસબૂકને પાંચ અબજ ડોલરના દંડને મંજૂરી આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer