INS વિરાટને સંગ્રહાલય બનાવવાનું સપનું સાકાર નહીં થાય

મુંબઈ, તા. 13: ભારતીય નૌકાદળે નિવૃત્ત કરેલા INS વિરાટ પર ફાઈવસ્ટાર હૉટલ સહિત પર્યટન કેન્દ્ર અને સંગ્રહાલય (મ્યુઝિયમ) શરૂ કરવાનું મહારાષ્ટ્રનું સપનું નજીકના ભવિષ્યમાં સાકાર થશે એવું લાગતું નથી. આ કામ માટે અનેક વખત ટૅન્ડર કાઢવામાં આવ્યું પરંતુ તેને પ્રતિસાદ મળ્યો ન હતો. છેલ્લે 1 જુલાઈએ ટૅન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. દરમિયાન વિરાટને ભાંગી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સંરક્ષણ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન શ્રીપાદ નાઈકે સંસદમાં જણાવ્યું હતું.
INS વિરાટ પર સરકારી અને ખાનગી ભાગીદારીમાં પર્યટન કેન્દ્ર તથા સંગ્રહાલય શરૂ કરવાના નિર્ણયને રાજ્યની કેબિનેટે મંજૂરી આપી હતી. આ પ્રસ્તાવ 852 કરોડનો હતો. INS વિરાટે 1982માં ફોકલેન્ડ મુદ્માં અણમોલ કામગીરી બજાવી હતી.
ત્યારબાદ 1987માં તેને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. તેણે 30 વર્ષ નૌકાદળની સેવા કર્યા બાદ 2017માં તેને નૌકાદળમાંથી રજા અપાઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer