અલગતાવાદીઓનો બંધ અમરનાથ યાત્રા સ્થગિત

શ્રીનગર, તા. 13 : અલગતાવાદીઓ દ્વારા કરવામાં આવેલા બંધના એલાનના કારણે શનિવારે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તિર્થયાત્રિકોને જમ્મુથી કાશ્મીર ઘાટી તરફ જવાની અનુમતિ આપવામાં આવી નહોતી. પોલીસના કહેવા પ્રમાણે અલગતાવાદીઓ દ્વારા બંધનું એલાન કર્યા બાદ કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખીને શનિવારના રોજ યાત્રિકોની અવરજવર પ્રતિબંધિત કરવામાં આવી છે. 1931માં ડોગરા મહારાજની સેના દ્વારા શ્રીનગર સેન્ટ્રલ જેલ બહાર ગોળીબારમાં માર્યા ગયેલા લોકોની યાદમાં જમ્મુ કાશ્મીરમાં 13મી જુલાઈને શહીદી દિવસ તરીકે પાળવામાં આવે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer