`બેસ્ટ'' બસોના પ્રવાસીઓ 25 લાખથી વધીને 32 લાખ થયા

મુંબઈ, તા. 13 : `બેસ્ટ' બસમાં પ્રવાસ કરનારાઓની સંખ્યા છેલ્લા ત્રણ દિવસમાં 25 લાખથી વધીને 32 લાખ થઈ છે, જે 7 લાખનો વધારો દર્શાવે છે. આ એક પ્રકારે યુ-ટર્ન બન્યો હતો કેમ કે છેલ્લાં ચાર વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા 32 લાખથી ઘટીને 25 લાખ થઈ ગઈ હતી. દક્ષિણ મુંબઈમાં અૉફિસે જનારાઓએ ફરી એક વાર બેસ્ટની એસી બસમાં બેસી ભારે રોમાંચ અનુભવ્યો હતો.
છેલ્લામાં છેલ્લા આંકડા દર્શાવે છે કે બસોમાં પ્રવાસીઓની સંખ્યા ત્રીજા દિવસે 29 ટકાથી વધીને 42 ટકા થઈ, જે 50 ટકા જેટલો વધારો દર્શાવે છે. બેસ્ટના જનરલ મેનેજર સુરેન્દ્ર બાગડેએ જણાવ્યું હતું કે, `એસી બસોમાં હવે વધુને વધુ લોકો પ્રવાસ કરશે એવી હું આશા રાખું છું. શહેરમાં તબક્કાવાર રીતે વધુ એસી બસો દોડાવવાની અમારી યોજના છે.'
આના કારણે રિક્ષા અને ટૅક્સીવાળાઓને ફટકો પડયો છે અને તેમના ધંધામાં 10 ટકાથી 20 ટકાનો ઘટાડો નોંધાયો હોઈ, અનેક સ્થળે તેમણે શૅર-એ-રિક્ષા અને ટૅક્સીના ભાવમાં 25થી 30 ટકાનો ઘટાડો કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer