વિદેશી હૂંડિયામણની અનામત 429.9 અબજ ડૉલરના નવા શિખરે

મુંબઈ, તા. 13 : વિદેશી હૂંડિયામણની અનામત 5ાંચ જુલાઈ, 2019ના પૂરા થયેલા સતત ચોથા સપ્તાહ માટે 2.23 અબજ ડૉલર વધીને 429.911 અબજ ડૉલરને સ્પર્શી હતી. તો તેના આગલા સપ્તાહમાં અનામત 1.263 અબજ ડૉલર ઊછળીને 427.67 અબજ ડૉલરની સપાટીએ ગઈ હતી.
સૂચિત ગાળા માટે વિદેશ ચલણની અસ્ક્યામત 9068 લાખ ડૉલર ઊંચકાઈ 400-809 અબજ ડૉલરની થઈ હતી. તો સોનાની અનામત સૂચિત ગાળા માટે 1.345 અબજ ડૉલર વધીને 24.304 અબજ ડૉલરને સ્પર્શી હતી. સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટસ (એસડીઆર) આઈએમએફ સાથે 47 લાખ ડૉલર ઘટીને 1.451 અબજ ડૉલર રહી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer