સીધા વેરાનો લક્ષ્યાંક રૂા. 13.35 લાખ કરોડ નક્કી થયો

નવી દિલ્હી, તા. 13 : કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે સીધા વેરાનો લક્ષ્યાંક થોડો નીચો રૂા. 13.35 લાખ કરોડ નક્કી કર્યો છે. અગાઉનો પુન: નિર્ધારિત લક્ષ્યાંક રૂા. 13.78 લાખ કરોડ હતો. સીબીડીટીના ચૅરમૅન પી.સી. મોદીએ જણાવ્યું હતું કે `મને આનંદ છે કે સરકારે હવે વ્યવહાર આંકડો નક્કી કર્યો છે. જોકે, થોડો મુશ્કેલ તો છે.'
તેમણે કહ્યું કે `અમે 2018-19માં રૂા. 11.38 લાખ કરોડ મેળવ્યા હતા. એનો લક્ષ્યાંક 17.5 ટકાની વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. તેમણે નિર્દેશ કર્યો કે `સરકાર કૉર્પોરેટ વેરામાં ઘટાડો કરી શકે છે.'

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer