રોહિતે સર્જયો વિશ્વવિક્રમ

રોહિતે સર્જયો વિશ્વવિક્રમ
એક વર્લ્ડ કપમાં પાંચ સદીનો કીર્તિમાન : સૌથી વધુ રનના સચીનના વિક્રમની નજીક
લીડ્ઝ, તા. 6 : રોહિટમેન તરીકે ઓળખાતા રોહિત શર્માના બેટમાંથી રનોનો ધોધ વરસી રહ્યો છે અને વર્લ્ડ કપમાં નવા કીર્તિમાનો રચાઇ રહ્યા છે. રોહિતે (94 દડામાં 103 રન) આજે એક વિશ્વ કપમાં પાંચ સદીનો નવો વિશ્વવિક્રમ રચ્યો હતો, સાથે જ એક વર્લ્ડ કપમાં સૌથી વધુ રનના મહાન સચીન તેંડુલકર (2003ની ટૂર્નામેન્ટમાં 673 રન)ના વર્લ્ડ રેકોર્ડની નજીક પણ પહોંચી ગયો છે અને 647 રન બનાવી લીધા છે.
રોહિતે આજે 14 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 103 રન કર્યા હતા. વર્તમાન વર્લ્ડ કપમાં આ તેની પાંચમી સદી હતી. આવું પરાક્રમ કરનારો તે પહેલો બેટધર બન્યો છે. તેણે સળંગ ત્રીજી સદી બનાવી હતી. તેણે કારકિર્દીનું 27મું શતક ફટકાર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer