યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં જયપુર સામેલ

યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં જયપુર સામેલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યા અભિનંદન
જયપુર, તા. 6 : યુનેસ્કોની વૈશ્વિક ધરોહરની યાદીમાં ભારતનું વધુ એક શહેર સામેલ થયું છે. રાજસ્થાનના પાટનગર જયપુરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ઘોષિત કરવામાં આવ્યું છે. આ એલાન યુનેસ્કો દ્વારા શનિવારના રોજ કરવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં કુલ 37 વૈશ્વિક ધરોહર છે. જેમાં ચિતૌડગઢનો કિલ્લો, કુંભલગઢ, જૈસલમેર, રણથંભોર અને ગાગરોનનો કિલ્લો સામેલ છે. અમદાવાદ બાદ આ સમ્માન મેળવનારું જયપુર ભારતનું બીજું શહેર બન્યું છે.
જયપુરને વૈશ્વિક ધરોહરમાં સામેલ કરવાનું એલાન અજરબેજાનના બાકુમાં ચાલી રહેલા 43મા સત્ર બાદ યુનેસ્કો દ્વારા કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઉપલબ્ધી અંગે ટ્વીટ ઉપર અભિનંદન પણ પાઠવ્યા છે. મોદીએ ટ્વીટમાં કહ્યું હતું કે, જયપુરનો સંબંધ અને સંસ્કૃતિ અને શૌર્ય સાથે છે. ખુશી છે કે યુનેસ્કોએ જયપુરને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કર્યું છે. ગયા વર્ષે ઓગષ્ટ મહિનામાં પિંક સિટીને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ જાહેર કરવા સરકાર તરફથી પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ આઈસીઓએમઓએસ દ્વારા નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer