ધોનીએ ભારતીય ક્રિકેટનો ચહેરો બદલ્યો : આઈસીસી

ધોનીએ ભારતીય ક્રિકેટનો ચહેરો બદલ્યો : આઈસીસી
આઈસીસીએ વીડિયો અપલોડ કરી જન્મદિવસ પૂર્વે માહિની પ્રશંસાના પુલ બાંધ્યા
નવી દિલ્હી, તા. 6 : ભારતીય વિકેટકિપર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ 7મી જુલાઈના રોજ પોતાનો 38મો જન્મદિવસ ઉજવશે. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આઈસીસીએ શનિવારે ધોનીની પ્રશંસામાં કહ્યું હતું કે, ધોની એ વ્યક્તિ છે જેણે ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો છે.
ધોનીએ પોતાના નેતૃત્વમાં તમામ મોટી આઈસીસી ટૂર્નામેન્ટ જીતી છે. તે એકમાત્ર કેપ્ટન છે જેણે 50 ઓવરનો વર્લ્ડકપ, ટી20 વિશ્વકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ધોનીના નેતૃત્વમાં ટીમ ટેસ્ટ અને વનડે બન્ને પ્રારુપમાં પહેલા ક્રમાંકે પહોંચી હતી. વધુમાં ધોનીના જ નેતૃત્વમાં આઈપીએલમાં ચૈન્નઈ સુપર કિંગ્સે ત્રણ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. આઈસીસીએ એક વીડિયો ટ્વિટ કર્યો હતો. જેમાં ધોનીની પ્રશંસા કરવામાં આવી હતી. વીડિયોમાં કોહલી અને બુમરાહ પણ ધોનીની કેપ્ટનશિપ અને તેની રમત અંગે વાત કરી રહ્યા છે.વધુમાં બટલર, બેન સ્ટોક સહિતના ખેલાડીઓ ધોનીની પ્રશંસા કરી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer