મુલુંડ સ્ટેશને ઝાડની ડાળી ટ્રેન પર પડી, વ્યવહાર ખોરવાયો

મુલુંડ સ્ટેશને ઝાડની ડાળી ટ્રેન પર પડી, વ્યવહાર ખોરવાયો
મુંબઈ, તા. 6 : મધ્ય રેલવેનો વ્યવહાર દર બીજા દિવસે કોઈક કારણસર ખોરવાય છે. શનિવારે મુલુંડ સ્ટેશને સવારે સાત વાગ્યાની આસપાસ ટ્રેક પાસેના એક ઝાડની ડાળી ભારે પવનને કારણે તૂટીને ત્યાં ઊભેલી ટ્રેનના પેન્ટોગ્રાફ પર પડી હતી અને એમાં અટવાઈ ગઈ હતી. આને લીધે રેલવે વ્યવહાર અડધો કલાક ખોરવાયો હતો. 
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુનીલ ઉદાસીએ કહ્યું હતું કે, રેલવેની એન્જિનિયર ટીમે થોડીક જ વારમાં ઝાડની ડાળીઓ હટાવી હતી અને વાયરોનું સમારકામ પણ કર્યું હતું.
 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer