કર્ણાટક કૉંગ્રેસના દસ અસંતુષ્ટ વિધાનસભ્યો મુંબઈ આવ્યા

મુંબઈ, તા. 6 (પીટીઆઈ) : કર્ણાટક વિધાનસભામાંથી રાજીનામું આપનારા કૉંગ્રેસના દસ અસંતુષ્ટ વિધાનસભ્યો ચાર્ટર્ડ વિમાન દ્વારા શનિવારે રાત્રે મુંબઈ આવી ગયા હતા. તેઓ મુંબઈની ફાઈવસ્ટાર હોટેલમાં રોકાણ કરે એવી સંભાવના છે. ભાજપના કર્ણાટક એકમના વડા યેદિપુરપ્પાએ જણાવ્યું હતું કે મારે અને મારા પક્ષને કૉંગ્રેસના વિધાનસભ્યોનાં રાજીનામાં સાથે કોઈ સંબંધ નથી. મને આ બનાવની જાણ પ્રસાર માધ્યમો દ્વારા થઈ છે.
પોતે કૉંગ્રેસના વિધાનસભ્યોના પ્રવાસ અને મુંબઈમાં રોકાણનાં કામોનુ સંકલન કરી રહ્યા છે એવા અહેવાલોને ભાજપના વિધાનસભ્ય સી. એન. અશ્વય નારાયણે પણ રદિયો આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે તે વિધાનસભ્યો પોતાની મેળે મુંબઈ ગયા છે. ભાજપને તેની સાથે કોઈ સંબંધ નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer