સુરતમાં ડુપ્લિકેટ નોટનું છાપખાનું ઝડપાયું : 84 લાખની નોટ સાથે બેની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 6 : શહેરના સચીન વિસ્તારમાં ચાલતું ડુપ્લિકેટ ચલણી નોટ છાપવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડયું  છે. પોલીસે દરોડા પાડી રૂા. 84 લાખની ડુપ્લિકેટ ચલણી નોટ સાથે બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સચીન વિસ્તારમાં આવેલી શિવ રંજની રેસિડેન્સીના દસમા માળે બનાવટી નકલી ચલણી નોટનું છાપખાનું ઘણાં સમયથી ચાલી રહ્યંyં છે. 
એવી પોલીસને માહિતી મળતાં દરોડા પાડી રૂા. 200, 500 અને 2000ની નકલી ચલણી નોટ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. દરોડાની કાર્યવાહી દરમિયાન પ્રિન્ટર મશીન કબ્જે કર્યુ છે.
પોલીસે કાનજી રણછોડ ભરવાડ અને સુનિતા લક્ષ્મણ ભાઉ નામની બે વ્યક્તિની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 
આ કૌભાંડમાં વધુ વ્યક્તિઓની સંડોવણીની શંકા છે. પોલીસે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. ડુપ્લિકેટ નોટ છાપવાનું ક્યારથી ચાલે છે અને બજારમાં કેટલી નોટ ઘુસાડવામાં આવી છે તે મામલે વધુ તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer