ગેરકાનૂની પાર્કિંગ બદલ આજથી 15000 સુધીનો દંડ થશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ તા. 6: શહેરમાં રવિવારથી 26 નોન-પાર્કિંગ ઝેન્સના 500 એમ ત્રિજ્યાના વિસ્તારમાં કોઈ પણ મોટારિસ્ટોએ તેમના વાહન પાર્ક કર્યા હશે તો તેઓ પાસેથી રૂા. 5000થી રૂા. 15000 સુધીનો દંડ સાતમી જુલાઈથી વસૂલવામાં આવશે. આ ઊંચા દરની જોગવાઈ લઈને જે તે મોટારિસ્ટ અને ટ્રાફિક પોલીસ અધિકારી સાથે બોલાચાલી થવાની શક્યતા છે ત્યારે પાલિકાના સત્તાવાળાઓએ ટ્રાફિક પોલીસની સહાય માટે તેના પૂર્વ-નોકરિયાતોને મૂક્યા છે. બીએમસી અને ટ્રાફિક પોલીસ આ ધારા-નિયમનનું સંયુક્ત રીતે મળીને અમલ કરી રહ્યા છે અને જે દંડ કરાશે તે બે વિભાગમાં એક તો દંડ અને પાછળ વાહન ખેંચી જવાના ચાર્જિસમાં વહેંચાયેલો છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer