બજેટમાં વેપારીઓ અને સામાન્ય લોકો માટે કશું જ નથી : વિરેન શાહ

મુંબઈ, તા. 6 : આ બજેટમાં વેપારીઓ કે સામાન્ય માનવીને કોઈ રાહત આપવામાં આવી નથી, તેમજ રોજગારની કોઈ તક ઊભી કરવામાં આવી નથી. આવકવેરામાં પણ કોઈ રાહત અપાઈ નથી, તેમજ નાના, મધ્યમવર્ગના ઇન્કમ ગ્રુપ તથા કરદાતાઓ માટે કોઈ મોટી જાહેરાતો કરવામાં આવી નથી, એમ ફેડરેશન અૉફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશન (એફઆરટી ડબ્લ્યુએ)ના પ્રમુખ વિરેન શાહે જણાવ્યું હતું.
રીટેલરો અને વેપારીઓની દૃષ્ટિથી જોઈએ તો આ બજેટમાં કોઈ મહત્ત્વની જાહેરાતો કરાઈ નથી અને હોમ લોન પર વેરાની છૂટ એજ એક મોટી રાહત છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. હકીકતમાં તો ડીઝલ પર લદાયેલા સરચાર્જથી ઇંધણના ભાવ વધી ગયા છે. પેટ્રોલ અને ડીઝલને હજી સુધી જીએસટીના દાયરામાં લેવામાં આવ્યા નથી જે ઘણું નિરાશાજનક છે, એમ તેમણે વધુમાં જણાવ્યું છે.
મોદી સરકારને જ્વલંત વિજય અપાવ્યા બાદ વેપારીઓ જેવા બજેટની આશા રાખતા હતા એવું આ મોદી બજેટ નથી, એમ વિરેન શાહે વધુમાં જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer