ભારતને 2024 સુધીમાં પાંચ હજાર અબજ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય મોદી

ભારતને 2024 સુધીમાં પાંચ હજાર અબજ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય મોદી
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 15  : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની અહીં મળેલી પાંચમી બેઠકમાં ભારતને 2024 સુધી 5000 અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના પડકારભર્યા લક્ષ્યનો કોલ આપ્યો હતો.
વડાપ્રધાને કહ્યું હતું કે, `સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ'ના મંત્રને પૂર્ણ કરવામાં નીતિ આયોગની મહત્ત્વની ભૂમિકા છે. ભારતને 2024 સુધી 5000 અબજ ડોલરનું અર્થતંત્ર બનાવવાના લક્ષ્ય પર રાજ્યોના સંયુક્ત પ્રયાસથી હાંસિલ કરવામાં આવી શકે છે. આ લક્ષ્ય 59 પડકારયુક્ત છે, પરંતુ હાંસિલ કરી શકાય એમ છે.
રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ, અનેક કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા અને વિવિધ મુદ્દે ચર્ચાઓ થઈ હતી. જો કે આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, તેલંગાણાના મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવ તથા પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહ તેમ જ અમુક કેન્દ્રીય પ્રધાનો હાજર રહ્યા નહોતા.
તાજેતરમાં સંપન્ન સામાન્ય ચૂંટણીઓને યાદ કરતા વડાપ્રધાને કહ્યું કે, હવે એ સમય છે કે, દરેક ભારતના વિકાસ માટે કામ કરે, તે માટે આ બેઠકમાં ગરીબી, બેરોજગારી, દુકાળ, પૂર, પ્રદૂષણ, ભ્રષ્ટાચાર અને હિંસા વિરુદ્ધ સંયુક્ત પ્રયાસની વાત કરી હતી.
કેન્દ્ર સરકારે બેઠકમાં મત્સ્યપાલન, પશુપાલન, બાગાયતી, ફળ-શાકભાજીને ધ્યાનમાં રાખતા કિસાનોની આવક 2022 સુધી બે ગણી કરવાની વાત કરી હતી. વડાપ્રધાન કિસાન સન્માનનિધિ જેવી અન્ય યોજનાઓનો લાભ સમયની સાથે લાભાર્થીઓ સુધી પહોંચાડવાની પણ બેઠકમાં વાત કરવામાં આવી હતી.
બેઠકમાં રાજ્યોના નિકાસ વધારવા પર જોર આપવામાં આવ્યું હતું કે જેથી આવક અને રોજગારને પ્રોત્સાહન આપી શકાય. આ .પરાંત નવનિર્મિત જળશક્તિ મંત્રાલય પાણી માટે એકીકૃત દૃષ્ટિકોણથી આગળ વધશે તેવી પણ વાત કરવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer