વિખેરાયેલા વાયુનો એક ભાગ કચ્છમાં ફંટાયો

વિખેરાયેલા વાયુનો એક ભાગ કચ્છમાં ફંટાયો
અમદાવાદ, તા.15: `વાયુ' વાવાઝોડા આંશિક રીતે વીખેરાયા બાદ તેનો એક ભાગ જખૌ (કચ્છ) તરફ ફંટાશે, એટલે આવતી કાલે તા.16 અને 17 જૂનના રોજ કચ્છ, પોરબંદર, દ્વારકામાં ભારે પવન સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.
પશ્ચિમ દિશામાં જઇ રહેલું વાયુ વાવાઝોડાની અસર તા.16 અને 17 જૂન સુધી રહેશે, કે આ વાવાઝોડું 16 જૂન સુધી અરબી સમુદ્રમાં સક્રિય રહેશે.  પ્રાપ્ત માહિતી અનુસાર, 16 જૂન સુધી આ વાવાઝોડું  દ્વારકાથી 256 કિ.મી. દૂર દરિયામાં સક્રિય છે.  16 જૂનની વહેલી સવારથી વાયુ વાવાઝોડા દરિયામાં વિખેરાવાનું શરૂ થઇ જશે, જે સાંજે દ્વારકાથી 280 કિ.મી. દૂર આંશિક  રીતે વિખેરાઇ જશે. ત્યારબાદ આ વિખેરાયેલા વાવાઝોડા ફરી ગુજરાતના કિનારે આવી શકે છે. જેને લઇને તા.16 અને 17 જૂના રોજ કચ્છ, પોરબંદર, દ્વારકામાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. 16 જૂને કચ્છના નલિયા, જખૌ અને માંડવીમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. 
16 જૂને આંશિક રીતે વિખરાયેલા વાવાઝોડાનો એક ભાગ જખૌ તરફ આવવાની સંભાવના છે. દ્વારકાથી 250 કિ.મી. દૂર વિખરાયેલા  વાવાઝોડાની  થોડી અસર દ્વારકા-બેટ અને દ્વારકા પર પડશે. સાથે કચ્છ અને દ્વારકામાં 70 કિ.મી.થી વધારે ઝડપથી પવન ફૂંકાઇ શકે છે. 
17 જૂનના રોજ વાયુ વાવાઝોડાની અસર દ્વારકા અને પોરબંદરના કાંઠે જોવા મળશે. 17 જૂને વાયુ વાવાઝોડાનું નિક્રિય મુખ દ્વારકા-બેટ, દ્વારકા તરફ આગળ વધી શકે છે. નિક્રિય મુખ પ્રદેશ દ્વારકા અને કચ્છમાં પવન ફૂંકાશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer