બિહારમાં `ચમકી'' બીમારીનો મૃત્યુઆંક વધીને 83

બિહારમાં `ચમકી'' બીમારીનો મૃત્યુઆંક વધીને 83
એકલા મુઝફ્ફરપુરમાં જ 69 બાળકોના જીવ ગયા

નવી દિલ્હી, તા. 15 : બિહારમાં ફરી એકવાર `ચમકી' બીમારી એટલે કે એક્યુટ ઈન્સેફેલાઈટીસ સિન્ડ્રોમ (એઈમ્સ)થી આ વર્ષે અત્યાર સુધીમાં 83 બાળકોનાં મોત થઈ ચૂક્યાં છે. જેમાં માત્ર મુઝફ્ફરપુરમાં જ 69 બાળકોનાં મોત થયાં છે. આ જીવલેણ બીમારીની ચપેટમાં વધુ લોકો સતત આવી રહ્યા છે.  છેલ્લા 24 કલાકમાં એસકેએમસીએચ અને કેજરીવાલ હોસ્પિટલમાં દાખલ 13 બાળકોનાં મોત થયાં છે. રાજ્યમાં મોતની સંખ્યા સતત વધી રહી છે. બીજી બાજુ  સરકાર આ રોગને ડામવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. 
વહીવટી તંત્રની સાથે નેતાઓની ટીમ પણ સતત પ્રવાસ કરી રહી છે. શનિવારે રાજદની ટીમ પછી બપોર બાદ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાવ મુઝફ્ફરપુર પહોંચ્યા હતા.  તેમણે કહ્યું કે, સરકારી સ્તરે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આજે આરોગ્ય વિભાગના સચિવ સંજયપ્રસાદ પણ પહોંચ્યા હતા.
છેલ્લાં કેટલાંક વર્ષોથી ગરમીની મોસમમાં આ બીમારી બિહારમાં મોતનું તાંડવ કરી રહી છે. આમ છતાં, આ ગંભીર બીમારીને લઈને સરકાર સતર્ક નથી થઈ રહી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer