આવતી કાલથી હીરાના વેપારીઓની મહત્ત્વની મિટિંગ

આવતી કાલથી હીરાના વેપારીઓની મહત્ત્વની મિટિંગ
પાંચ દિવસની બેઠકમાં કિમ્બાર્લી પ્રોસેસ વિષે ચર્ચા

નવી દિલ્હી, તા.15 (પીટીઆઈ): મુંબઈમાં આવતી કાલથી દેશ-પરદેશના હીરા ઉદ્યોગના 300 પ્રતિનિધિઓની મહત્ત્વની મિટિંગ મળશે. આ મિટિંગમાં કિમ્બર્લી પ્રોસેસ વિષે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. `બ્લડ ડાયમંડ' તરીકે ઓળખાતા જે હીરાનું આતંકી કે આંતરયુદ્ધમાં સંડોવાયેલાં રાષ્ટ્રમાં ઉત્પાદન થતું હોય તેનું વેચાણ અટકાવવા માટે કિમ્બર્લી પ્રોસેસ નક્કી કરવામાં આવી છે. આવા હીરાનાં વેચાણ દ્વારા મળેલાં નાણાંનો ઉપયોગ આતંકી પ્રવૃત્તિને ભંડોળ પૂરું પાડવા માટે થતો હોવાથી તેના વેચાણને રોકવાનો હેતુ કિમ્બર્લી પ્રોસેસનો છે.
17 જૂનથી પાંચ દિવસ માટે મળનારી આ મિટિંગમાં સંમેલનમાં બ્લડ ડાયમંડના વેપારને બંધ કરવા વિષે વિસ્તૃત ચર્ચા થશે એમ વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer