જેઈઈ ઍડ્વાન્સ પરીક્ષામાં કચ્છી વિદ્યાર્થી 88મા ક્રમાંકે

જેઈઈ ઍડ્વાન્સ પરીક્ષામાં કચ્છી વિદ્યાર્થી 88મા ક્રમાંકે
મુબઈ, તા. 15 : ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ અૉફ ટેકનૉલૉજી (રૂરકી) દ્વારા 2019ની જોઈન્ટ એન્ટ્રન્સ એકઝામ (ઍડવાન્સ) લેવાઈ હતી, જેમાં અહીંના વિનીત દીપક ગાલા સમગ્ર દેશમાં 88મી રેન્કમાં ઉત્તીર્ણ થયા છે. કુલ 1.63 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કચ્છી વીસા ઓશવાળ સમાજમાં છેલ્લાં 30 વર્ષમાં ટોપ 100માં પ્રથમવાર વિનીત ગાલા ચમક્યા છે. તેની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ રહી છે. દસમા ધોરણમાં તેને 97.2 ટકા મળ્યા હતા. હોમી ભાભા ઈન્સ્ટિટયૂટની પરીક્ષામાં અને ગણિતની પ્રજ્ઞા પ્રબોધિની પરીક્ષામાં તેણે મેડલ મેળવ્યાં છે. આઈઆઈટીમાંથી કમ્પ્યુટર એન્જિનિયર થવાની તેની ઈચ્છા છે. ટેબલટેનિસ અને સ્કવોશ રમવાનો તેને શોખ છે. તેના પિતા દીપક ગાલા (દેશલપર કંઠી) અૉફિસ ધરાવે છે. જ્યારે માતા ડૉ. દીપ્તિ ગાલા દીપકભાઈના વ્યવસાયમાં સહયોગી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer