રોડ પર કાટમાળ નાખી નાસી છૂટેલા ડમ્પરની ભાળ મળી

રોડ પર કાટમાળ નાખી નાસી છૂટેલા ડમ્પરની ભાળ મળી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : 11 જૂને પરોઢે હાજીઅલી દરગાહ સામે આવેલા લાલા લજપતરાય રોડ પર મોટા પ્રમાણમાં કાટમાળ ફેંકીને નાસી છૂટેલા `ડમ્પર' વાહનનો પત્તો પાલિકાને મળી ગયો છે અને તે માટે વાહનચાલક અને માલિક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મુંબઈ મહાપાલિકાની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે એ દિવસે ડમ્પર વાહન દ્વારા રોડ પર કાટમાળ નાખવાને કારણે ટ્રાફિકને અસર થઈ હતી અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. પાલિકાના અધિકારીઓની ટુકડીએ વિવિધ સીસીટીવી ફૂટેજના આધારે આ ડમ્પર શોધી કાઢ્યું હતું. જેનો નંબર 'ખઇં-01-ઈછ-5757' છે. અને તેના માલિક શ્રીરામ જરીબા પવાર હોવાનું જણાવાયું છે, એવી માહિતી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રકુમાર જૈને આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer