બાંદ્રામાં સાઇબર લૅબ સહિતના પોલીસ કૉમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત થયું

બાંદ્રામાં સાઇબર લૅબ સહિતના પોલીસ કૉમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત થયું
મુંબઈ, તા. 15 (પીટીઆઇ) : બાંદ્રામાં પ્રસ્તાવિત સાઇબર ક્રાઇમ લૅબ, પોલીસ સ્ટેશન, ટ્રેનિંગ સેન્ટર અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ માટે ફ્લૅટ્સ સહિતના દસ માળના પોલીસ કૉમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હાથે કરાયું હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ સ્પેશિયલ કૉમ્પ્લેક્ષમાં નીચેના છ માળમાં સાયબર લૅબ, પોલીસ સ્ટેશન અને ટ્રેનિંગ સેન્ટર હશે જ્યારે બાકીના ઉપરના ચાર માળમાં અધિકારીઓના રહેવા માટેના ફ્લૅટ બનાવાશે. મહારાષ્ટ્ર સ્ટેટ પોલીસ હાઉસિંગ ઍન્ડ વેલ્ફેર કૉર્પોરેશન દ્વારા આ કૉમ્પ્લેક્ષનું બાંધકામ કરાશે. 
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતાં ફડણવીસે કહ્યું હતું કે હવે નવા જમાનામાં અૉનલાઇન ટૂલ્સના માધ્યમથી અવનવા ગુનાઓ આચરવામાં આવે છે અને આવી ગુનાખોરીને કાબૂમાં લેવાની ખાસ જરૂર છે. નવા સમયના પડકારને પહોંચી વળવા આપણે સજ્જ  થવાનું છે, સરકારે 40 સાઇબર લૅબ્સ તૈયાર કરી છે અને તેનું યોગ્ય ફ્રેમવર્ક પણ થઇ રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer