ટીમ ઈન્ડિયા સાથે ઋષભ પંતે પણ કર્યો અભ્યાસ

ટીમ ઈન્ડિયા સાથે ઋષભ પંતે પણ કર્યો અભ્યાસ
નવી દિલ્હી, તા. 15 : આવતીકાલે રવિવારે માન્ચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મેચ પહેલા અભ્યાસ દરમિયાન ઋષભ પંત પણ ટીમ સાથે જોડાયો હતો. કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં યોજાયેલા સેશનમાં ઋષભ પંતે પણ પ્રેક્ટિસ કરી હતી. પંતને વિશ્વકપની ટીમમાં સ્ટેન્ડ બાય ખેલાડી રાખવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત શિખર ધવનની જગ્યાએ વિકલ્પ રૂપે ઈંગ્લેન્ડ મોકલવામાં આવ્યો હતો. જો કે પંત મુખ્ય ટીમ સાથે નથી અને પાકિસ્તાન સામે મેચમાં પસંદગી માટે પણ ઉપલ્બધ નહી રહે. અંગુઠામાં ઈજાના કારણે ધવનને આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ પાકિસ્તાન સામેના મેચમાં રોહિત શર્મા સાથે કેએલ રાહુલ ઓપનિંગ કરી શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer