શ્રીલંકા સામે આરોન ફિંચના આકર્ષક 150 રન

શ્રીલંકા સામે આરોન ફિંચના આકર્ષક 150 રન
અૉસ્ટ્રેલિયાનો નિયત 50 ઓવરમાં 7 વિકેટે 334નો સ્કોર

લંડન, તા. 15 : લંડનના ઓવલ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેના જંગની શરૂઆતે આજે શ્રીલંકાએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. ટોસ હાર્યા બાદ બેટિંગમાં આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત સારી રહી હતી અને પહેલી વિકેટ માટે 80 રનની ભાગીદારી થઈ હતી. મેચમાં આરાન ફિંચે ધમાકેદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું અને 132 બોલમાં 15 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 153 રન ફટકાર્યા હતા. 
ઓપનિંગમાં આવેલા વોર્નરની 26 રનના અંગત સ્કોરે વિકેટ પડયા બાદ ઉસ્માન ખ્વાજા બેટિંગમાં આવ્યો હતો. જો કે માત્ર 10 બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ ફિંચ અને સ્ટીવ સ્મીથ વચ્ચે આકર્ષક ભાગીદારી જોવા મળી હતી. જેના પરિણામે ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ 273 રનના સ્કોરે પડી હતી. જેમાં આરોન ફિંચને ઉડાનાએ આઉટ કર્યો હતો. ત્યારબાદ 278 રનના સ્કોરે સ્ટીવ સ્મીથ પણ આઉટ થયો હતો. અંતિમ ઓવરોમાં ગ્લેન મેક્સવેલે તાબડતોડ બેટિંગ કરીને માત્ર 25 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 46 રન ફટકાર્યા હતા. જેના પરિણામે 50 ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટે 334 રન સુધી પહોંચ્યું હતું. શ્રીલંકા તરફથી બોંિલંગ નબળી રહી હતી અને નુવાન પ્રદીપ અને મિલિંદ શ્રીવર્ધનાને 2-2 તેમજ લસીત મલિંગાને એક વિકેટ મળી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer