પાક ભારતના મિડલ અૉર્ડરને નિશાન બનાવે અકરમ

પાક ભારતના મિડલ અૉર્ડરને નિશાન બનાવે અકરમ
માન્ચેસ્ટર, તા. 15 :  પૂર્વ પાકિસ્તાની કેપ્ટન વસીમ અકરમના કહેવા પ્રમાણે વિશ્વકપમાં બન્ને ટીમો આમને સામને રહેશે ત્યારે પાકિસ્તાનના બોલરોએ ભારતના મધ્યમક્રમને નિશાન બનાવવો જોઈએ. ભારત-પાક.ના ઘણા મેચમાં નિર્ણાયક બનનારા અકરમને આશા છે કે મોહમ્મદ આમિરની આગેવાનીમાં ભારતના મધ્ય ક્રમમાં કમજોરી શોધવામાં ટીમ સફળ બનશે. અકરમે કહ્યું હતું કે, ભારતનો ટોપ ઓર્ડર મજબૂત છે. જેમાં માત્ર વિરાટ કોહલી જ નહીં પણ રોહિત શર્મા પણ સામેલ છે. પરંતુ મિડલ ઓર્ડર થોડો નબળો હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાની બોલરોએ આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવો જોઈએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer