વાધવા વાઈસ સિટીના પ્રથમ બે તબક્કામાં રૂા. 2200 કરોડના રોકાણની યોજના

મુંબઈ, તા. 15 : વાધવા ગ્રુપ ભારતની એક અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની અને મુંબઈની એક મુખ્ય રિયલ્ટી ખેલાડી વાધવા વાઈસ સિટીમાં બે તબક્કામાં રૂા. 2200 કરોડના રોકાણની યોજના બનાવી રહી છે. પનવેલમાં નૈના (નવી મુંબઈ ઍરપોર્ટ ઈન્ફલુઅન્સ નોટિફાઈડ ક્ષેત્ર)માં પ્રથમ સમન્વિત ટાઉનશીપ પ્રોજેક્ટના આ બે તબક્કામાં અંદાજિત રૂા. 3200 કરોડની આવક થશે.
કુલ 450 એકર લેન્ડ હોલ્ડિંગમાંથી વાધવા ગ્રુપ 138 એકર ડેવલપ કરવાની યોજના બનાવી રહી છે, જેમાં કુલ 10 મિલિયન સ્કે. ફીટ ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. વાધવા અને બહરીનસ્થિત નાણાકીય સંસ્થા, જીએફએચ દ્વારા સંયુક્તપણે ટાઉનશિપને ડેવલપ કરવામાં આવી રહ્યું છે તથા 40 એકરમાં એપાર્ટમેન્ટ અને બંગલો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવી રહ્યા છે. ગત વર્ષે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ઉદ્ઘાટન કરાયા બાદ પ્રોજેક્ટને ભારે પ્રતિસાદ મળ્યો હતો. ફક્ત લોન્ચ સમયગાળામાં જ 1500 યુનિટોનું વેચાણ થયું હતું.
વિવિધ તબક્કામાં ચાલતો આ પ્રોજેક્ટ લગભગ 5થી 7 વર્ષમાં પૂરો થઈ જશે અને તેમાં આઈટી પાકર્સ, મોલ, માર્કેટ, હૉસ્પિટલ, શાળા વગેરેનો સમાવેશ થશે. આ મેગા રહેણાક ટાઉનશિપ એકવાર સંપૂર્ણ થઈ ગયા બાદ તે સ્વસ્થ અને હૉલિસ્ટિક લિવિંગ માટેની મેગા લાઈફસ્ટાઈલ રજૂ કરવા માટે ગ્રીન અને ગ્રેનું યોગ્ય મિશ્રણ હશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer