11 વર્ષમાં બૅન્કો સાથે છેતરપિંડીના 50000થી વધુ કેસો નોંધાયા

નવી દિલ્હી, તા. 15 : ભારતના બૅન્કિંગ ક્ષેત્રે છેલ્લાં 11 વર્ષમાં છેતરપિંડીના 50000 કેસ બન્યા છે, જેમાં આઈસીઆઈસીઆઈ બૅન્ક, એસબીઆઈ અને એચડીએફસી બૅન્કમાં ફ્રોડની સંખ્યા સૌથી વધુ રહી છે. 2008-'09થી 2018-'19ના ગાળામાં ફ્રોડના 53334 કેસો નોંધાયા છે, જેનું મૂલ્ય રૂા. 2.05 લાખ કરોડ છે.
જેમાં આઈસીઆઈસીઆઈ બૅન્કમાં સૌથી વધુ રૂા. 5033.81 કરોડના 6811 ફ્રોડ કેસ નોંધાયા છે. તો એસબીઆઈમાં છેતરપિંડીના 6793 કેસો બન્યા છે, જેનું મૂલ્ય રૂા. 23,734.74 કરોડનું થાય છે. એચડીએફસી બૅન્કમાં ફ્રોડની સંખ્યા 2497ની અને મૂલ્ય રૂા. 1200.79 કરોડ રહ્યું છે.
11 વર્ષમાં બૅન્ક અૉફ બરોડામાં ફ્રોડના 2160 કેસ (રૂા. 12,962.96 કરોડ), પીએનબીમાં 2047 કેસ (રૂા. 28700.74 કરોડ) અને ઍક્સિસ બૅન્કમાં 1944 કેસ (રૂા. 5301.69 કરોડ)ના નોંધાયા છે. બૅન્ક અૉફ ઇન્ડિયામાં ફ્રોડના 1872 કેસ (રૂા. 12,358.2 કરોડ), સિન્ડીકેટ બૅન્કમાં 1783 કેસ (રૂા. 5830.85 કરોડ) અને સેન્ટ્રલ બૅન્ક અૉફ ઇન્ડિયામાં 1613 કેસ (રૂા. 9041.98 કરોડ)ના નોંધાયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer