અમેરિકાના રીટેલ સેલ ડેટા સારા આવતા સોનુ 14 માસની ટોચેથી પટકાયું

અમારા પ્રતિનિધી તરફથી
મુંબઈ, તા.15 ન્યુયોર્ક ખાતે સોનુ ગઈ કાલે 14 માસની ટોચે પહોંચ્યા બાદ અમેરિકાના રીટેલ વેચાણના ડેટા સારા આવતા સોનુ આ સપાટીએથી તુટી અને નીચે પટકાયુ હતું.હાજર સોનુ 0.2% ઘટી અને 1 ઔન્સના 1339.49 ડોલર થયું હતુ જ્યારે યુ.એસ. સોના વાયદો 0.1% વધી 1344.50 ડોલર થયો હતો.
એક નિષ્ણાતે જણાવ્યું હતું કે દરેકને મંદીનો ભય છે અને બીજી તરફ ફેડરલ વ્યાજ ઘટે તેવા અનુમાન છે ત્યારે રીટેલ ડેટા સારા આવતા સોનામાં રોકાણ પરત ખેંચાવાના સંજોગ જોવા મળે છે.આના કારણે અર્થતંત્ર નબળુ જઈ રહ્યું છે તેવો ભય ટળી જાય છે. વળી આ ડેટાના કારણે ફેડરલ વ્યાજ દરમાં તાત્કાલિક કાપની જરુરત નથી રહેતી.
ન્યુયોર્ક ખાતે હાજર ચાંદી 1ઔન્સ 0.6% ઘટી 14.81 ડોલર થઈ હતી જ્યારે પ્લેટિનમ 1.2 %ઘટી 1 ઔન્સના 798.23 ડોલર અને પેલેડિયમ 1.3% વધી અને 1463.52 ડોલર થયું હતું.
સ્થાનિક ચોકસી બજારમાં વિદેશના પગલે પગલે અને સ્થાનિક લેવાલીના અભાવ વચ્ચે સોનુ 99.9 ટચ 1 ઔન્સ રુ.50 ઘટી રુ.33700 થયુ હતુ અને ચાંદી 999 ટચ 1 કિલો રુ.300 ઘટી રુ.37500 થઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer